કેસરબાગમાં બાળકો માટે ફિટ કરેલા સાધનોનો કચ્ચરઘાણ 

- text


મોરબીના તાજેતરમાં રીનોવેશન કરાયેલા કેસરબાગની અવદશા માટે પાલિકાની સાથે – સાથે મોરબીની જનતા પણ જવાબદાર

મોરબી : મોરબીના સમ ખાવા પૂરતા એક માત્ર કેસરબાગ બગીચાને નગર પાલિકા દ્વારા રીનોવેશન કરાયા બાદ બગીચામાં મુકવામાં આવેલા બાળકોના મનોરંજન માટેના રમતગમતના સાધનોનો કચ્ચરઘાણ વરી ગયો છે. ત્યારે સવાલ થાય કે શું મોરબીના લોકો સારા બગિચા માટે લાયક નથી ? તંત્રએ આપેલી સુવિધાની દુર્દશા કરવા માટે કોણ જવાબદાર તંત્ર કે લોકો ? મોરબી શહેરના રાજાશાહી વખતના બગીચાઓની હાલત દયનિય બની છે ત્યારે તાજેતરમાં મોરબી નગરપાલિકા દ્વારા સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગનું લાખોના ખર્ચે રીનોવેશન કરી અહીં બાળકો માટે હીંચકા, લપસીયા અને ઉચક – નીચકના સાધનો તોફિટ કરાયા છે પરંતુ થોડા સમયમાં જ રમત ગામતના તમામ સાધનોનું સત્યાનાશ નીકળી ગયું છે.વધુમાં કેસરબાગમાં ફિટ કરાયેલ હીંચકના તો ટુકડા થઈ ગયા છે અને લસરપટ્ટીમાં બાળકોને લપસીયા ખવડાવો તો ઇજા પોહ્ચે તેવી હાલત થઇ ગઈ છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે લાખો કરોડોનું આંધણ કરવા છતાં અને હજુ રીનોવેશન ચાલુ હોવા છતાં બગીચાનું અને રમત ગમતના સાધનોનું નિકંદન નીકળી જતા આ બધા માટે જવાબદાર કોણ તંત્ર કે લોકો ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે પ્રજાજનોએ પણ જાહેર સુવિધાની જાળવણીની જવાબદારી સ્વીકારી બાળકો માટે ની સુવિધા જાળવવા કાળજી રાખવી જોઈએ.

 

- text