હળવદમાં ડુપ્લીકેટ ઓટોપાર્ટ્સ વેચનાર વેપારી વિરુદ્ધ ફરિયાદ

- text


હળવદ : હળવદના ઓટો પાર્ટ્સના વેપારી દ્વારા પ્રખ્યાત બ્રાન્ડના ડુપ્લીકેટ ઓટોપાર્ટસનું વેચાણ કરવામાં આવતા આ મામલે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ હતી.

- text

જાણવા મળ્યા મુજબ હળવદ શુભમ કોમ્પલેક્ષ બાલાજી ઓટો મોબાઈલ દુકાનમાં ડુપ્લીકેટ કલ્ચપ્લેટ નંગ-૩ તેમજ પ્રેસરપ્લેટ નંગ-૩ તેમજ જાણીતી કમ્પનીના ડુપ્લીકેટ પાર્ટસ કિંમત રૂપિયા ૮૪૦૦ મળી આવતા મહેશ કનુભાઈ વણોલ ઉ.વ.૩૫ ધંધો નોકરી રહે.૧૩૭/૫૦ નવા પ્લોટમાં ગામ કઠાડા તા.પાટડી જી.સુરેન્દ્રનગર ની ફરિયાદના આધારે વિજયભાઈ નરભેરામ બોપલીયા ઉ.વ.૩૩ ધંધો વેપાર રહે.સરા રોડ આંનદ પાર્ક વાળા વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text