અંતે મોરબી સિવિલમાં હડકવા વિરોધી રસીનો સ્ટોક આવ્યો

- text


મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી હડકવા વિરોધ રસીનો સ્ટોક ખલ્લાસ થઈ જતા આ મામલે મીડિયામાં અહેવાલો પ્રસિદ્ધ થતા હોસ્પિટલ તંત્ર દ્વારા પગલાં લઈ જરૂરી ઇન્જેક્શન મંગાવામાં આવતા હાલમાં હોસ્પિટલમાં ૧૫૦ ઇન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ બન્યો છે.

- text

મોરબી જિલ્લાની એક માત્ર સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી હડકવા વિરોધી રસીનો સ્ટોક ખલાસ થઈ જતા ગરીબ – મધ્યમવર્ગના લોકોને ફરજીયાત ખાનગી દવાખાનાનો સહારો લેવો પડતો હતો. આ સંજોગોમાં મીડિયામાં વિસ્તૃત અહેવાલો પ્રસિદ્ધ થતા અને સિવિલ સતાવાળાઓ દ્વારા હડકવા વિરોધી રસીનો સ્ટોક મંગાવી લેવામાં આવ્યો છે અને હાલમાં ૧૫૦ ઇન્જેક્શનનો સ્ટોક ઉપલબ્ધ થતા હવે લોકોને ખાનગી દવાખાનાના ધક્કા નહિ ખાવા પડે.

- text