કલા મહાકુંભમાં રાજ્યકક્ષાએ મોરબીની યુવતીએ ગીતસ્પર્ધામાં દ્વિતીય ક્રમ મેળવ્યો

- text


અંકલેશ્વરમાં યોજાયેલ રાજ્યકક્ષાની ઇવેન્ટમાં મોરબી ઝળકયું

મોરબી : રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ આયોજિત કલા મહાકુંભમાં મોરબીની યુવતીએ ગીત કોમ્પિટિશનમાં દ્વિતીય ક્રમ મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ કલા મહાકુંભ અંતર્ગત મોરબી તાલુકા, જિલ્લા અને ઝોન લેવલે પ્રથમક્રમે આવેલ દેસાઈ ખુશ્બૂબેન આર. દ્વારા તાજેતરમાં અંકલેશ્વર ખાતે યોજાયેલ સ્ટેટ લેવલના કલા મહાકુંભમાં ગીત ગાયનમાં અદભુત સુર રેલાવી સમગ્ર રાજ્યમાં બીજો ક્રમ મેળવી મોરબી જિલ્લાને ગૌરવવંતુ સ્થાન અપાવ્યું હતું.

- text

ખુશ્બુબેનની આ સિદ્ધિ બદલ મિત્રો, શુભેચ્છકો અને રમત,ગમત અને સાંસ્કૃતિક વિભાગ મોરબી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

- text