મોરબી કલેકટર કચેરીમાં ખાખરેચીના વૃદ્ધનો આત્મવિલોપનનો પ્રયાસ : તંત્રમાં દોડધામ મચી ગઇ

- text


ખાખરેચીના ખેડૂતની જમીનમાં ભૂ માફિયાએ દબાણ કરી લેતા વૃદ્ધની રાવ ન સાંભળવામાં આવતા આખરી પગલું

મોરબી : માળીયા તાલુકાના ખાખરેચી ગામના વૃદ્ધ ખેડૂતની જમીનમાં ભૂ માફિયાએ દબાણ કરી લેતા આ મામલે રજુઆત કરી કરીને થકેલા વૃદ્ધ ખેડૂતે આજે મોરબી જિલ્લા કલેકટર કચેરીમાં શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા તંત્રને દોડધામ થઈ પડી હતી.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ખાખરેચી ગામના વૃદ્ધ ખેડૂત નટવરભાઈ પટેલની બાપદાદાની જમીનમાં ભૂ માફિયા દ્વારા પેશકદમી કરી દબાણ કરી લેવામાં આવતા આ વૃદ્ધ છેલ્લા ઘણા સમયથી માળીયા મામલતદાર અને જિલ્લા કલેકટર મોરબીને અવાર નવાર રજુઆત કરી હતી.પરંતુ આ રજુઆત બહેરા કાને અથડાતા અંતે થાકેલા હારેલા આ વૃદ્ધે આજે જિલ્લા કલેકટર કચેરીમાં કેરોસીન છાંટી લઈ કાંડી ચાંપવા પ્રયાસ કરતા હાજર જાગૃત નાગરિકોએ વૃદ્ધને બચાવવા પ્રયાસો કર્યા હતા અને મામલો કલેકટર સુધી પહોંચતા જિલ્લા કલેકટરે તાત્કાલિક વૃદ્ધને સાંભળી આગામી ગુરુવાર સુધીમાં પુરાવા લઈ આવવા આશ્વાસન આપ્યું હતું.

- text

જો કે સદનસીબે જાગૃત નાગરિકોના કારણે વૃદ્ધ કાંડી ચાપે તે પહેલાં જ વાતો માં ગૂથાવી રાખવા માં આવતા મોટી ઘટના બનતા સહેજ માં અટકી હતી. બીજી તરફ આત્મ વિલોપનના પ્રયાસ મામલે મોરબી પોલીસે વૃદ્ધની અટકાયત કરી માળીયા પોલીસને સોંપ્યા હોવાની વિગતો સાંપડી રહી છે.

આત્મવિલોપનનો પ્રયાસ કરનાર વૃદ્ધની વ્યથાનો વિડિઓ જુઓ..

- text