મોરબીના લીલાપર રોડ પર ન્યુ પ્રજાપતિ કા રાજા ગણેશોત્સવ

- text


મોરબી : મોરબીના લીલાપર રોડ પર ન્યુ પ્રજાપતિ કા રાજા ગણેશોત્સવ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, અહીં દરરોજ વિવિધ કાર્યક્રમો અને મહા આરતીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

લીલાપર રોડ પર ન્યુ પ્રજાપતિ સોસાયટીમાં મનસુખભાઇ ગોવિંદભાઇ મૈજડિયા સહિતના આયોજકો દ્વારા ન્યુ પ્રજાપતિ કા રાજા ગણેશોત્સવનું આયોજન કરાયું છે જેમાં દરરોજ સાંજે સમગ્ર સોસાયટીના રહેવાસીઓ ઉત્સાહ ભેર મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરી રહ્યા છે અને રાસગરબા સહિતના આયોજન પણ હાથ ધરવામાં આવ્યા છે.

મોરબીના ગુ.હા.બોર્ડમાં ધામધુમથી ઉજવતો ગણેશ મહોત્સવ

મહિલાઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવી ગણેશજીની કરાતી આરાધના

- text

મોરબીના શનાળા રોડ પર આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આ વિસ્તાર ના મિત્ર મંડળ દ્વારા પ્રથમ વખત ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.ગણપતિબાપા મોરિયા ના ગગનભેદી નાદ સાથે પંડાલમાં ગણેશજીની મૃતિનું વિધિવત સ્થાપન કરીને દરરોજ સ્તુતિ ગાન કરવામાં આવી રહયું છે.આસપાસના રહીશો દરરોજ આરતી પૂજન નો લાભ લઈને દુધાળા દેવની ભક્તી કરી રહયા છે.ત્યારે આ વિસ્તારની મહિલાઓ માટે ગણેશ મહોત્સવ દરમ્યાન રાત્રી દરમ્યાન રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું।જેમાં મહિલાઓ એ રાસ ગરબે રમીને ગૌરીનંદનની આરાધના કરી હતી

 

મોરબી : ઇગલ યુવા ગ્રુપ આયોજિત ગણેશ મહોત્સવમાં ગણેશજીની ભાવભેર આરાધના

મોરબી : મોરબીના શનાળા રોડ પર સમય ગેટ પાસે ઇગલ યુવા ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ ભગવાન ગણેશજીની ભાવભેર પૂજા અર્ચના અને મહાઆરતી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ છે.

- text