ટંકારાના નાના ખીજડિયા ગામે શખ્સે માથામાં પથ્થર માર્યો હોવાની ફરિયાદ

- text


ટંકારા : ટંકારાના નાના ખીજડિયા ગામમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી એક શખ્સે માથામાં પથ્થર ઝીંક્યો હોવાની યુવકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

- text

ટંકારાના નાના ખીજડિયા ગામે રહેતા સંજયભાઈ ગંગારામ બારૈયાએ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અગાઉના ઝઘડાનો ખાર રાખી મોટા ખીજડિયા ગામના મગન લીંબા બુડાસણાએ માથાના ભાગે પથ્થર માર્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

- text