મોરબી પંથકમાં પાકના જીવતદાન માટે નર્મદા નીર ઝંખતા જગતાત

- text


જુના- નવા નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા સહિતના ગામોમાં પાકને બચાવવા નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની માંગ

મોરબી : મોરબી પંથકમાં આ વર્ષે ચોમાસામાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. ઉપરાંત અત્યારે પણ વરસાદના કોઈ એંધાણ જણાતા નથી. જેથી જગતાત પર ચિંતાના વાદળો છવાયા છે. ખેડૂતોનો પાક મુરજાઈ ગયો છે. ત્યારે ખેડૂતો પાસે સિંચાઈ માટે અન્ય કોઈ સ્ત્રોત નથી. જેથી નર્મદામાંથી સિંચાઈનું પાણી મેળવવા માટે ખેડૂતો તરસી રહ્યા છે. જુના- નવા નાગડાવાસ, બહાદુરગઢ અને સોખડા સહિતના ગામોમાં પાકને જીવતદાન મળે તે માટે નર્મદામાંથી સિંચાઇની માંગ ઉઠી છે.

મોરબી પંથકમાં આ વખતે ખેડુતોની અવદશા થઈ હોવાનું જોવા મળી રહ્યું છે. ગત વર્ષ કરતા આ વર્ષે ઘણો ઓછો વરસાદ નોંધાયો છે. નોંધપાત્ર વરસાદ ન પડતા સિંચાઇના પાણી માટે ખેડૂતો રીતસર વલખા મારી રહ્યા છે. ખેડૂતો કહે છે કે પ્રથમ સામાન્ય વરસાદમાં વાવેતર કરી નાખ્યું હતું. ત્યારે મેઘરાજાએ વરસવામાં કંજુસાઈ કરી છે.ત્યારે સિંચાઈનો અન્ય કોઈ સ્ત્રોત જ રહ્યો નથી. હાલ પાક મુરજાઈ રહ્યો છે.હાલ પાકને બચાવવા માટે નર્મદામાંથી સિંચાઈ સિવાય કોઈ વિકલ્પ નથી.

- text

જુના નાગડાવાસ જૂથ સેવા સરકારી મંડળી લી.એ જણાવ્યું હતું કે આ મંડળી હેઠળ આવતા તમામ જુના- નવા નાગડાવાસ, બહાદુરગઢ, સોખડા સહિતના ગામોમાં આ વર્ષે ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. નર્મદા ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે તો જ આ પાક બચી શકે તેમ છે. ઉપરાંત ગત વર્ષનો મગફળીનો પાક વીમો જુના નાગડાવાસ અને નવા નાગડાવાસને મળ્યો છે. પરંતુ એક સીમાડામાં આવતા સોખડા અને બહાદુરગઢ ગામને ગત વર્ષનો વીમો મળ્યો નથી. ત્યારે સરકાર ખેડૂતોના હિતમાં કાર્યવાહી કરે તેવી મંડળીના પ્રમુખ લાખાભાઈ ગોવિંદભાઇએ માંગ કરી છે.

 

- text