મોરબીમાં વાજતે ગાજતે ગણેશ મહોત્સવનો પ્રારંભ : વિઘ્નહર્તાનુ ભાવભેર સ્થાપન

- text


ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા પંડાલોમા ભગવાન ગણેશજીની સ્થાપન વિધિમાં દરમિયાન ભાવિકો ઉમટ્યા

મોરબી : મોરબીમાં આજે ધર્મોલ્લાસ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઠેર ઠેર ઉભા કરવામાં આવેલા પંડાલોમા આજે ભગવાન ગણેશનું ભાવભેર સ્થાપન કરવામાં આવ્યું છે. 

મોરબીમાં ગણેશ મહોત્સવના અનેક વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા ઘણા દિવસોથી મહોત્સવની તૈયારીઓ ચાલતી હતી. ભાવિકો પણ આતુરતા પૂર્વક ગણેશ ભગવાનના આગમનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજ રોજ ભગવાન ગણેશનું પાવન આગમન થયું છે. ભક્તિભાવ સાથે આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. મહોત્સવના પ્રારંભથી જ ભાવિકોમાં અનેરો ઉત્સાહ અને ધર્મોલ્લાસ વર્તાઈ રહ્યો છે. ગણેશ મહોત્સવના પ્રારંભે ભગવાન ગણેશજીનું સ્થાપન કરવામાં આવ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં પંડાલો ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન વિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત અનેક પરિવારોએ પોતાના ઘરે પણ વિઘ્નહર્તાનું સ્થાપન કર્યું છે. ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું ભાવભેર પૂજન અર્ચન તેમજ મહાઆરતી અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે.મોરબીના ગાળા ગામ સમસ્ત આયોજિત ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આજે દુંદાળા દેવને બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે સામૈયા કરી આગમનને વધવવામાં આવ્યું હતું જેમાં સૌ ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

- text

ગણેશ મહોત્સવ અને મહોરમ પર્વ એક સાથે શરૂ થઈ રહ્યા છે. આ બન્ને તહેવારોમાં કોમી એકતાભર્યું વાતાવરણ બન્યું રહે તે માટે એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. એ ડિવિઝન પીઆઇ ચૌધરી અને પીએસઆઇ પટેલ સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ રસીદમિયા બાપુ તથા હિન્દૂ અગ્રણી દિગુભા ઝાલા, કમલભાઈ દવે સહિતના બન્ને સમાજના ૭૦થી વધુ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ અગ્રણીઓએ કોમી એખલાસભેર પર્વ ઉજવવાની હૈયાધારણા આપી હતી.

- text