આમા બાળકોનું સ્વાસ્થ્ય ક્યાંથી સુધરે ? હળવદની આંગણવાડી કેન્દ્રોમાં ધૂળ ખાય છે આર.ઓ.પ્લાન્ટ

- text


૩૫ આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં !!

હળવદ : રાજ્યમાં કુપોષણની સમસ્યા ઉકેલવા સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા નાના ભુલકાઓને પોષ્ટીક આહાર આપવામાં આવે છે પરંતુ હળવદ તાલુકામાં ૧૩પ કાર્યરત આંગણવાડીમાં માત્ર ૧૦૦ આંગણવાડીમાં આરઓ પ્લાન્ટ મુકવામાં આવ્યા છે તેમાં પણ ૩૦થી વધુ આરઓ પ્લાન્ટમાં પાણીની ટાંકી અને ઈલેકટ્રીકટ મોટર ન હોવાથી હાલ ધુળખાઈ રહ્યા હોવાથી બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે

રાજય સરકાર દ્વારા નાના ભુલકાઓને પોષણક્ષમ આહાર મળી રહે અને શિશુ વિકાસના ઉમદા હેતુસર આંગણવાડીઓ ગામડે ગામડે તેમજ શહેરમાં કાર્યરત કરવામાં આવી છે. હળવદ ગ્રામ્ય અને શહેરમાં આવેલ ૧૩પ આંગણવાડીમાં ૧૦૭૪પથી વધુ બાળકોની સંખ્યા નોંધાયેલી છે, ત્યારે હળવદ શહેરમાં ૧૯ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૧૬ મળી કુલ ૧૩પ આંગણવાડી હળવદમાં કાર્યરત છે ત્યારે ૧૩પમાંથી ૩પ આંગણવાડીઓ ભાડાના મકાનમાં કામચલાઉ ધોરણે કાર્યરત છે. જયારે ભુલકાઓને આંગણવાડીમાં શુધ્ધ પાણી મળી રહે તે માટે ૧૦૦ આંગણવાડીમાં આરઓ પ્લાન્ટ મુકવામાં આવ્યા છે પરંતુ ૩૦ આંગણવાડીમાં પાણીની ટાંકી અને ઈલેકટ્રીકટ મોટરના અભાવે આરઓ પ્લાન્ટ પણ ધુળ ખાઈ રહ્યા છે જયારે ભાડાના મકાનમાં ચલાવાતી ૩પ આંગણવાડીમાં તો આરઓ પ્લાન્ટ મુકવામાં જ નથી આવ્યા જેના કારણે બાળકોના આરોગ્ય પર જાખમ તોળાઈ રહ્યું હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે.

- text

રાજય સરકાર દ્વારા કુપોષણ નાબુદી પર અભિયાનો ચલાવામાં આવી રહ્યા છે ત્યારે હળવદ તાલુકા સહિત શહેરની આંગણવાડીઓમાં બાળકોને પોષ્ટીક આહાર તો આપવામાં આવી રહ્યું છે પરંતુ અમુક ખાયકી અધિકારીઓના કારણે આંગણવાડીમાં શુધ્ધ પાણીની સગવડ નહીવત હોવાથી બાળકોના આરોગ્ય પર જાખમ મંડરાઈ રહ્યું હોવાનો વાલીઓમાં સૂર ઉઠવા પામ્યો છે. આ અંગે હળવદ બાળ વિકાસ યોજના અધિકારી મમતાબેન રાવલને પુછતા તેઓએ જણાવેલ કે, ૩પ આંગણવાડીઓ માટે આરઓ પ્લાન્ટ મુકવામાં આવે તેમજ જે ૩૦ જેટલી આંગણવાડીમાં પાણીની ટાંકી અને ઈલેકટ્રીકટ મોટરના કારણે આરઓ પ્લાન્ટ બંધ છે તેની રજુઆત વડી કચેરીએ કરવામાં આવી છે.

- text