મોરબીમાં ખુલ્લી તલવાર સાથે આંતક મચાવનાર બે શખ્સોની જાહેરમાં સરભરા કરતી પોલીસ

- text


નામચીન બોરીચા અને ભરવાડ શખ્સે લાતી પ્લોટમાં યુવાન ઉપર કર્યો હતો હુમલો : પોલીસે બંને કહેવાતા દાદાઓની હવા કાઢી નાખી 

મોરબી : મોરબીના સનાળા રોડ ઉપર ખુલ્લી તલવારો લઈ નીકળી ભયનો માહોલ સર્જી લાતીપ્લોટ વિસ્તારમાં યુવાનને માર મારનાર બે શખ્સોને એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકમાં રાત્રે જ ઝડપી લીધા બાદ ભાઈગિરી કરનાર ગઠિયા દાદાઓને આજે કાયદાનું ભાન કરાવવા નવા બસટેન્ડ સામે જાહેરમાં સરભરા કરવામાં આવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે રાત્રીના સમયે મોરબીના સનાળા રોડ પર ખુલ્લી તલવાર સાથે નીકળેલા જીગર જીલું ગોગરા, રે.બોરીચાવાસ અને સાગર નવઘણ ભરવાડ,રે. લાયન્સ નગર મોરબી વાળાઓએ અવિનાશ બાબુભાઈ અંબાસણીયાને અટકાવી ઢીકા પાટુનો માર માર્યો હતો ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બંને શખ્સો વિરુદ્ધ અગાવ પણ હુમલા સહીતના ગુન્હા નોંધાઈ ચુક્યા છે.

ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાની સાથે પોલીસે ભયનું લખલખું ફેલાવનારા બંને શખસોને એ ડિવિઝન પીઆઇ ચૌધરીએ રાત્રે જ દબોચી લીધા હતા.

દરમિયાન પોલીસે બન્ને ગઠિયા દાદાઓની હવા કાઢી નાખવા આજે શનાળા રોડ પર નવા બસસ્ટેન્ડ નજીક જાહેર સરઘસ કાઢી ગુંડાગીરીનું ભૂત ઉતારી નાખતા પ્રજાજનોમાં આંનદની લાગણી પ્રસરી હતી.

- text