વાંકાનેરના પંચાસર નજીક મોબાઈલ કંપનીએ રોડ પર રેતી કપચી નાંખતા અકસ્માતનો ભય

- text


વાંકાનેર : વાંકાનેરના પંચાસર નજીક મચ્છુ નદીના પુલ પર કેબલ નાખવાનું કામ કરતી મોબાઈલ કંપની દ્વારા આડેધડ રેતી કાપચીના ઢગલા કરી દેવતા અકસ્માત સર્જવાનો ભય ફેલાયો છે.

મળતી વિગતો મુજબ વાંકાનેર પંચાસર બાયપાસ રોડ ઉપર પ્રાઇવેટ મોબાઈલ કંપની પોતાનો કેબલ નાખી રહી છે ત્યારે મચ્છુ નદીના બ્રિજ પરથી કેબલ પસાર કરવાનો હોય અને ત્યાં તેમને સિમેન્ટ કોંક્રેટનું કામ કરવાની જરૂરત ઊભી થતાં આ બાઇપાસ રોડ ઉપર મચ્છુ નદીના પુલ પાસે એકદમ વળાંકમાં રેતી કપચી નાખીને રોડ બંધ કરી દીધેલ છે, રાતના સમયે અહી રેતી કાપચીના ઢગલાને કારણે એકસિડન્ટ થવાની સંભાવના વધવા પામી છે.

- text

વધુમાં પ્રાઇવેટ મોબાઈલ કંપની પોતાના લાભ માટે રોડ પર પસાર થતા વાહન ચાલકોના જીવન પર જોખમ ઉભું કરી રહ્યા છે તેમ છતાં નીંભર તંત્રને કંઈ દેખાતુ નથી કામની જગ્યાએ કોઈ પણ આડસ કે કામ ચાલુ છે તેવા સાઈન બોર્ડ પણ મુક્યાં નથી.

આ સંજોગોમાં આવા રેતી અને કાપચીના આવા ઢગલાં કરીને અડધો રસ્તો બંધ કરી દીધો છે જેથી રાત્રે રેડિયમ કે આડસ ન હોવાથી એક્સીડન્ટ થવાની શકયતા રહેલ છે, જો એક્સિડન્ટ થાય તો જવાબદારી કોની રહેશે ? અહીં તંત્રની મીઠી નઝર હેઠળ આ બધું ચાલતું હોવાની વ્યાપક ફરિયાદ ઉઠવા પામી છે.

 

- text