માળીયા હાઇવે ઉપર ગાળા ગામ નજીક વાહન હડફેટ યુવાનનું મોત

- text


મોરબી : મોરબી માળીયા નેશનલ હાઇવે પર ગાળા ગામના પાટિયા નજીક ચાલીને જઈ રહેલા બિહારી યુવાનને ટેમ્પો ટ્રાવેલરએ હડફેટ લેતા મોત નીપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મોરબી – માળીયા હાઇવે પર ગાળા ગામ નજીક ગોકુલ હોટેલ પાસેથી ચાલીને જઇ રહેલા મહમદ ઇબરાર મહમદ હુસેન શેખ, રે. મુખ્તારપુર સલખાની, મુખતીરપુર જિલ્લો સમસ્તીપુર બિહારને હાઇવે પર ટેમ્પો ટ્રાવેલર નંબર જીજે 12 એવાય 5541એ હડફેટ લેતા આ યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે પોલીસે ગુન્હો નોંધી વાહન ચાલક સામે કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text