આજે તમે બંધ કરાવા નીકળા કાલે બીજા નીકળશે, અમે રોજી રોટી કેમ કમાશું : વેપારીએ રાજનેતાઓને રોકડું પરખાવ્યું, જુઓ વિડિઓ

- text


રવાપર રોડ પર એક ખુલી દુકાન બંધ કરાવા સમયે વેપારી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે ચકમક ઝરી

મોરબી : ” સાહેબ તમને રાજનેતાઓને તો પગાર મળે છે અમારે તો રોજે રોજનું કમાવું પડે છે..આજે તમે આવ્યા કાલે ભાજપ વાળા આવશે જો આ રીતે બંધ કરી દેશું દુકાન તો અમે રોજી રોટી કેમ કમાશુ?..અમારે કોઈ ફિક્સ પગારની આવક નથી ” આ શબ્દો છે મોરબીના એકે વેપારીના જે આજે બંધન એલાન દરમિયાન મોરબીમાં દુકાનો બંધ કરાવા આવેલા કોંગ્રેસના આગેવાનોને કહી રહ્યો છે. જી હા આજે મોરબી બંધમાં જોડાવાની અપીલ કરવા નીકળેલા મોરબીના કોંગી આગેવાનોને રવાપર રોડ પરની એક દુકાનના વેપારીએ રોકડું પરખાવી દુકાન બંધ કરવા ના પડી દીધી હતી.

- text

પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે આપેલા ભારત બંધના એલાનમાં મોરબીના વેપારીઓને જોડાવા આજે મોરબીના કોંગી આગેવાનો બજારમાં નીકળી ભાજપ સરકાર વિરોધમાં સૂત્રોચ્ચારો કરવાની સાથે ખુલી દુકાનો બંધ કરવા વેપારીઓને અપીલ કરી હતી. જોકે આગેવાનોની અપીલથી તેમની હાજરીમાં વેપારીઓ દુકાન બંધ કરી થોડી વારમાં આગેવાનો ગયા બાદ પોતાની દુકાનો ખોલી નાખતા નજરે ચડ્યા હતા. તેવામાં રવાપર રોડ પર એક વેપારીની દુકાન ખુલી હોવાથી મોરબીના કોંગી આગેવાનોએ વેપારીને તેની દુકાન બંધ કરી દેવા અપીલ કરી હતી. પરંતુ આ સમયે વેપારીએ બળાપો કાઢતા જણાવ્યું હતું કે “તમને રાજનેતાઓને તો પગાર મળે છે અમારે તો રોજે રોજનું કમાવું પડે છે..આજે તમે આવ્યા કાલે ભાજપ વાળા આવશે જો આ રીતે બંધ કરી દેશું દુકાન તો અમે રોજી રોટી કેમ કમાશુ?..અમારે કોઈ ફિક્સ પગારની આવક નથી ” આમ વેપારીએ કોંગી આગેવાનોને રોકડું પરખાવી પોતાની દુકાન બંધ કરવાની ચોખી ના પડી દીધી હતી. આ સમયે વેપારી અને કોંગી આગેવાનો વચ્ચે સામાન્ય રક્ઝક થઇ હતી. પરંતુ વેપારીએ પોતાની દુકાન ચાલુ રાખી હતી.

વેપારીના બળાપાનો વિડિઓ જુઆ નીચેની લિંક પર ક્લીક કરો..

 

- text