ટંકારાના અમરાપર ગામે હાર્દિકના સ્વાસ્થ્ય માટે દુવા કરતો મુસ્લિમ સમાજ

- text


ખેડૂત દેવા માફીની માંગ સાથે મુસ્લિમ સમાજે હાર્દિકના આંદોલનને આપ્યું સમર્થન

ટંકારા : ટંકારા તાલુકાના અમરાપર ગામના મુસ્લિમ સમાજ દ્વારા હાર્દિક પટેલના સ્વાસ્થ્ય માટે દુવા કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજના તમામ લોકો હાર્દિકના સમર્થનમાં તથા ખેડૂતોના દેવા માફી માટે ગામમાં એકત્ર થયા હતા.

ટંકારામા ઉપવાસ આંદોલનને લઈ લાકડયો તાર થોભવાનુ નામ નથી લેતું તેમ મુસ્લિમ આબાદી ધરાવતા ટંકારાના અમરાપર ગામે રાત્રે ખેડુતના દેવા માફીની માંગ સાથે ૧૪ દિવસ થી ઉપવાસ પર બેઠેલા હાર્દિક પટેલ લને સ્વાસ્થ્ય સંદર્ભે અને માગણીના સપોર્ટમા મુસ્લિમ મહીલા અને પુરૂષો જોડાયા હતા અને ખુદાને દુવા કરી હતી.

- text

આ તકે પાસના કન્વીનર પ્રકાશ સવસાણી, અક્ષય પટેલ,ધવલ ભાલોડિયા, ગપી પાટીદાર સહીતના કાર્યકરો પણ જોડાયા હતા.

- text