મોરબીના એવન્યુ પાર્ક પાસે જુગાર રમતા ૬ ઝડપાયા

- text


એ ડિવિઝન પોલીસે રૂ. ૨૧૫૯૦ની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબીના એવન્યુ પાર્ક પાસે જુગાર રમતા ૬ શખ્સોને રૂ. ૨૧૫૯૦ની રોકડ સાથે પકડી પાડી એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્ક પાસે જાહેરમાં જુગાર રમતા રાજેશભાઇ ઉર્ફે રાજુ ચીમનલાલ રાણપરા, હાર્દિકભાઈ રમણિકલાલ પારેખ, કેતન સુરેશભાઈ પારેખ, સંદીપભાઈ અશ્વિનભાઈ રાણપરા, સુરેશભાઈ જેન્તીભાઈ પારેખ અને જયદીપ અશ્વિનભાઈ રાણપરાને એ ડીવીઝન પોલીસે રૂ. ૨૧૫૯૦ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text