મોરબી નજીક રફાળેશ્વર મંદિરે અમાસના પૌરાણિક મેળાનો દબદબાભેર પ્રારંભ

- text


આજે શ્રાવણી અમાસે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડી પીપળે પિતૃતર્પણ કરી સાથે મેળાની મોજ પણ માણસે

મોરબી : મોરબી નજીક રફાળેશ્વર મહાદેવ મંદિરે ભરાતા પરંપરાગત અમાસના મેળાનો દબદબાભેર પ્રારંભ થયો છે. પ્રથમ દીને જ મોટી સંખ્યામાં લોકો મેળો માણવા ઉમટી પડ્યા હતા. લોકોએ રાતભર જામતી ભજનની રાવટીઓમાં ધાર્મિક કાર્યક્રમોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે સાચો મેળો આજે અમાસના દિવસે હોય છે. જેમાં મોરબી સહિત સૌરાષ્ટ્રભરના લોકો અહીં પીપળે પિતૃતર્પણ કરવાની સાથે મેળાની મોજ પણ માણે છે.

મોરબી નજીક આવેલા રફાળેશ્વર મહાદેવના મંદિરના ગ્રાઉન્ડમાં વર્ષોની પરંપરા અનુસાર જાંબુડિયા ગ્રામપંચાયત દ્વારા શ્રાવણી અમાસ નિમિતે બે દિવસીય પૌરાણિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શનિવારે સાંજે ૪ વાગ્યે રફાળેશ્વરના મહંત દીનુ મહારાજના હસ્તે જાંબુડિયા ગામના સરપંચ સુરેશભાઈ ગેલાભાઈ પાંચિયા, તલાટી મંત્રી બી.આર.ઝાલા તેમજ મોરબી તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ ગોલતર સહિતના મહાનુભાવોની હાજરીમાં અમાસના બે દિવસીય પૌરાણિક મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

- text

મેળાના પ્રારંભે જ મોટી સંખ્યામાં લોકો મેળાને માણવા માટે ઉમટી પડ્યા હતા. જો કે અમાસની આગલી રાત્રે આ મેળાને માણવાનું અનેરૂ મહત્વ હોવાથી મોરબી આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મેળામાં ઉમટી પડ્યા હતા. મેળામાં પ્રાચીન પરંપરા મુજબ ઠેર ઠેર ભજનની રાવટીઓ રાતભર ધમધમી હતી. સાચો મેળો તો અમાસના દિવસે ભરાય છે. મેળામાં ખાણીપીણી, અવનવા રમકડાઝ વિવિધ રાઈડ્સ સહિતની મનોરંજનની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

 

- text