મોરબી જિલ્લાના તલાટીઓ પડતર પ્રશ્નોને લઈને લડતના માર્ગે : ૧૦મીથી આંદોલન

- text


તા.૧૦એ કાળી પટ્ટી ધારણ, તા.૧૭એ પેન ડાઉન, તા. ર૯એ માસ સીએલ, તા.ર ઓકટોમ્બરે ધરણાનું એલાન : કલેક્ટરને આવેદન

મોરબી : રાજયની પંચાયતોમાં ફરજ બજાવતા ૧૧ હજારથી વધુ તલાટી કમ મંત્રીઓ પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે લડતના માર્ગે આવી ગયા છે. જેમાં મોરબી જિલ્લાના તલાટી મંત્રીઓએ પણ જોડાયા છે. મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું. સાથે આગામી તા. ૧૦થી વિરોધદર્શક કાર્યક્રમ આપવામાં આવશે તે અંગેની જાણ પણ કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવાયું હતું કે, બીજા સંવર્ગમાં જે પ્રકારે અપગ્રેડેશનનો લાભ કર્મચારીઓને આપવામાં આવ્યો છે તે પ્રકારનો લાભ પંચાયત તલાટીઓને આજ સુધી મળ્યો નથી,સરકાર દ્વારા ૧૮૦૦ મહેસુલ તલાટીઓની ભરતી કરવામાં આવી ત્યારે તેઓની કામગીરી અંગે જે જોબ ચાર્ટ નક્કી કરવામાં આવ્યો હતો તેનો અમલ આજ સુધી થયો નથી જેના કારણે પંચાયતના તલાટી-મંત્રીઓને ફરજ બજાવવી પડે છે. હાલમાં ૪૧૯૯ મહેસુલ તલાટીઓ ઉપલબ્ધ હોવા છતાં તેઓની કામગીરી પંચાયતના તલાટીઓ પાસે કરાવવાનો આગ્રહ રાખવામાં આવે છે.

- text

ફિકસ પગારમાં જે તલાટી મંત્રીઓની નિમણૂંક થઇ છે તેઓને પ્રથમ પાંચ વર્ષ સુધી કોઇ પ્રકારના લાભ મળતા નથી તેઓને નવવર્ધિત પેન્શન યોજના હેઠળ જીવન નિર્વાહ જેટલું પેન્શન પણ મળતું નથી તેથી જૂની પેન્શન યોજના ચાલુ કરવી જોઇએ. આ પ્રકારના અનેક પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઉકેલ નહીં આવતા તા. ૧૦ના રોજ ફરજ પર કાળી પટ્ટી બાંધી ફરજ પર રહેશે. બાદમાં તા. ૧૭ સપ્ટેમ્બરના પેન ડાઉન રાખી ફરજ નિભાવશે. તા. ર૯ના માસ સીએલ મૂકી રાજયભરમાં દેખાવો અને તા. ર ઓકટોમ્બરના ગાંધી જયંતિ દિને રાજયભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

- text