હાર્દિક આંદોલન : પાસ અને કોગેસના નેતાની અપીલ બાદ ટંકારામાં વેપારીઓએ બંધ પાડયો

- text


ટંકારામાં બપોર બાદ શાળા સંચાલકોએ પણ બંધમા જોડાયા : તમામ કાર્યકરોએ રોડ ઉપર રામ ધુન કરી હાદીકને સમર્થન આપ્યું : કાગદડી નજીક પાટીદારોએ રસ્તા પર ધૂન બોલાવી : માળિયાના નાના દહીંસરા ગામમાં પણ પાટીદારોએ રામધૂન બોલાવી

ટંકારા : ટંકારામાં આજે પાસ અને કોગેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા શહેર તથા ગામ્ય વિસ્તારમાં બંધ ની અપીલ કરતા તમામ વેપારીઓ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું હતું તો શાળા સંચાલકો પણ આ બંધ મા જોડાયા હતા. જયારે કાગદડી નજીક પાટીદારોએ રસ્તા પર ધૂન બોલાવી હતી. અને માળિયાના નાના દહીંસરા ગામમાં પણ પાટીદારોએ રામધૂન બોલાવી હાર્દિકને સમર્થન આપ્યું હતું.

- text

હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને મોરબી જિલ્લામાં ઠેર ઠેર સમર્થન મળી રહ્યું છે ત્યારે આજે પાસ દ્વારા અપાયેલા શાળા કોલેજ બંધના એલાન દરમિયાન મોરબીમાં પાસના કાર્યકરો દ્વારા શાળા કોલેજો બંધ કરાવા નીકળ્યા બાદ મોરબીની તમામ ખાનગી શાળાઓએ બંધ પડ્યો હતો. ત્યારે ટંકારામાં પણ આજે બપોર બાદ પાસ અને કોગેસના કાર્યકરો અને આગેવાનો દ્વારા શહેર તથા ગામ્ય વિસ્તારમાં બંધ ની અપીલ કરવા નીકળ્યા બાદ તમામ વેપારીઓ દુકાનો બંધ રાખી સમર્થન આપ્યું હતું તો શાળા સંચાલકો પણ આ બંધ મા જોડાયા હતા. બંધની અપીલ દરમિયાન કોગેસ પ્રમુખ ભુપત ગોધાણી, પાસ કન્વીનર પ્રકાશ સવસાણી, અક્ષય પટેલ ઝખરો ,ગપી પાટીદાર, પિ. ડી. મસોત સહિતના પાટીદાર અગ્રણી હાજર રહ્યા હતા.

આ સાથે મળતી વિગત મુજબ પાટીદાર અને ખેડુતો દ્રારા મોરબી રાજકોટ હાઇવે પર કાગદડી પાસે રામધુનુ બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડુતો અને પાટીદાર એકઠા થયા હતા. જયારે માળીયા તાલુકાના નાના દહીંસરા ગામે ગત રાત્રે પાટીદારોએ હાર્દિક પટેલના સમર્થનમાં રામધૂન બોલાવી હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર ભાઈઓ અને બેહનો જોડાયા હતા.

- text