લક્ષ્મીનગર નજીક સર્જાયેલા અકસ્માતમાં પતિ બાદ સારવાર દરમિયાન પત્નીનું પણ મોત

- text


દંપતી મૃત્યુ પામતા માસુમ બાળકે માતાપિતાની છત્ર છાયા ગુમાવી

મોરબી : મોરબી માળીયા હાઇવે પર દસ દિવસ પેહલા લક્ષ્મી નગર નજીક બંધ પડેલા ટ્રક પાછળ બાઇક ઘુસી જતા યુવાન દંપતિને ગંભીર ઇજા થઇ હતી જેમાં પ્રથમ પતિના મોટ બાદ સારવાર દરમિયાન પત્નીનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માત બાદ માસુમ બાળક બચી ગયું હતું જો, કે બાળકે માતાપિતાની છત્રછાયા ગુમાવી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગત તારીખ 26-8ના રોજ મોરબી માળીયા હાઇવે પર મોટર સાયકલ લઈને જઇ રહેલ રાકેશભાઇ સોમાભાઇ રાવળ ઉવ-૩૦ રહેવાશી હાલ મોરબી બાયપાસ પંચાસર રોડ અતુલ શક્તિ શો રૂમ મૂળ રહેવાશી ડાભડી રાવળવાસ તા.જી.પાટણ વાળાન પોતાની પત્ની અને બાળક સાથે બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે લક્ષ્મીનગર નજીક પાર્ક કરેલા ટાટા ટ્રક કન્ટેનર રજીસ્ટ્રેશન નંબર-જી.જે.-૧૨-એ.એઝ-૬૯૫૪ વાળાની પાછળના ભાગે તેમનું બાઈક અથડાતા તેમને અને તેમની પત્નિ અનીતા ઉવ-૩૦ વાળીને ગંભીર ઇજાઓ પોહચી હતી. જેમાં સ્થળ પર પતિના મૃત્યુ બાદ સારવાર દરમિયાન પત્નીનું પણ મોટ નીપજ્યું હતું .વધુમાં આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક દંપતીના પુત્ર ઓમને શરીરે ઇજાઓ પહોંચી હતી.

આ ગંભીર અકસ્માત મામલે ટ્રક ડ્રાઇવર ગુરૂપ્રિતસીંઘ અમરીકસીંઘ ચહલ, ઉવ-૩૩ ધંધો ટ્રક ડ્રાઇવીંગ રહેવાશી મેઘપર (બોરીચી) વિઠ્ઠલનગર મકાન નંબર-૯૭ સર્વે નંબર-૧રર ગોલ્ડન પાર્ક પાસે તાલુકો અંજાર જીલ્લો કચ્છ મૂળ ગામ નંગડી તા.બાબા બકાલા જીલ્લો અમૃતસર રાજ્ય પંજાબની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- text