મોરબીમાં તસ્કરો બેફામ : પટેલનગરમાં ૩ મકાનોમાં ચોરી કરી બાઈકની ઉઠાંતરી

- text


મોરબી : મોરબીમાં દિન પ્રતિદિન તસ્કરોનો ત્રાસ વધતો જઇ રહ્યો છે. ત્યારે આલાપ પાર્ક સોસાયટી પાસે ખોડિયાર પાર્કમાં આવેલ પટેલનગરમાં વધુ ૩ મકાનોના તાળા તૂટ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તસ્કરોએ રૂ. ૩૫ હજારની રોકડ અને બાઈકની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બનાવ અંગે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં આલાપ પાર્ક સોસાયટી પાસે ખોડિયાર પાર્કમાં આવેલ પટેલનગરમાં તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવીને હાથ ફેરો કર્યો હતો. તસ્કરોએ આ મકાનોમાંથી અંદાજે રૂ. ૩૫ હજારની રોકડ અને બાઈકની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા બનાવ અંગેની માત્ર અરજી લઈને જ સંતોષ માનવામાં આવ્યો છે. પોલીસે હજુ સુધી ચોરીની આ ઘટનાની ફરિયાદ નોંધી નથી.

- text