મોરબી અને ટંકારા તાલુકામાં હાર્દિકના ટેકામાં ગામે ગામ ધરણા અને રામધૂન

- text


મોરબી – ટંકારા : મોરબી અને તનકારા તાલુકાના ગામોમાં હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં ગામે ગામ પ્રતીક ધારણા અને રામધૂનના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. મોરબીના ગાળા, રાજપર, શનાળા, નાની વાવડી, રવાપર તેમજ ટંકારાના લખધીરગઢ, મોટા ખીજડીયા, રોહિશાળા અને હડમતીયા સહીત અનેક ગામોમાં મોટી સંખ્યામાં પાટીદારો પ્રતીક ઉપવાસ કરી રામધૂન બોલાવી રહ્યા છે.

પાટીદાર સમાજને અનામતનો લાભ આપવો, ખેડૂતોના દેવા માફ કરવા સહિતની ત્રણ મુખ્ય માંગણી સાથે અમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરનાર હાર્દિક પટેલે બે દિવસથી પાણીનો પણ ત્યાગ કરતા અનશન આંદોલન રંગ પકડી રહ્યું છે ત્યારે મોરબી પંથકમાં ગામો-ગામ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન મળતું હોય તેમ ટંકારા અને મોરબી તાલુકામાં અનેક ગામોમાં પ્રતીક ધારણા યોજાઈ રહ્યા છે. જેમાં મોરબી તાલુકાના ગાળા ગામે મોરબી યુવા કન્વીનર દિવ્યેશ કાચરોલાની આગેવાનીમાં સમસ્ત ગાળા ગામ પાસ સમિતિ હાર્દિક પટેલ ના સમર્થનમાં એક દિવસના પ્રતીક ઉપવાસ યોજવામાં આવ્યા છે. જેમાં મોટા સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અને જો હાર્દિક પટેલની માંગ સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવમાં તેમ ગ્રામજનો દ્વારા હુંકાર કરવામાં આવ્યો હતો. જયારે મોરબીના શક્ત શનાળા ગામે પણ આજે સવારથી સાંજ સુધી હાર્દિકના સમર્થનમાં પ્રતીક ધારણા અને રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં શનાળાના ગ્રામજનો અને આગેવાનો જોડાયા હતા. આ ઉપરાંત મોરબીના નાની વાવડી, રાજપર સહિતના ગામોમાં પણ ગ્રામજનો દ્વારા પ્રતીક ધરણા સાથે રામધૂન બોવામાં આવી રહી છે. તેમજ મોરબીના રવાપર ગામે હનુમાનજીના મંદિરે પ્રતીક ધરણા અને રામધૂનનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રવાપરના ગ્રામજનો જોડાયા હતા.

- text

જયારે મોરબીના બરવાળા ગામે પણ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપવા આજે  રામધૂન અને પ્રતીક ઉપવાસ કાર્યક્રમઓ હતો. જેમાં મોટી સંખ્યામાં યુવાનો સહીત વડીલો જોડાયા હતા. અને પ્રતીક ઉપવાસની સાથે રામધૂન બોલાવી હાર્દિકને સમર્થન આપ્યું હતું. 

આ સાથે ટંકારા તાલુકામાં પણ ઠેર ઠેર પાટીદારો દ્વારા હાર્દિકના સમર્થનમાં ધરણા અને રામધૂન બોવામાં આવી રહી છે. જેમાં ટંકારાના લખધીરઘઢ, મોટા ખીજડીયા, રોહિશાળા અને હડમતિયામાં પ્રતીક ધરણા અને રામધૂનનાં કાર્યક્રમો યોજાયા છે. જેમાં હડમતિયા ગામ ખાતે પાસ કાર્યકર્તા ભીખાલાલ ઝીણાભાઈ ડાકા, મગન ખીમજીભાઈ મેરજા, ડુંગરભાઈ પરસોતમભાઈ ડાકા, કમલેશ ભાણજીભાઈ ડાકા, પ્રેમજીભાઈ નરકશીભાઈ સંઘાત, અશ્વિન રતીલાલ પૈજા, મનિષ અવચરભાઈ ડાકા, શીવાભાઈ ભાણજીભાઈ ડાકા સહીત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપવાસ પર બેઠા છે.

 

- text