મોરબીના એસટી ડેપો મેનેજર કરમટાની બદલી

- text


મોરબી : રાજ્યના ગુજરાત માર્ગ વાહનવ્યવહાર વિભાગ દ્વારા એસટી ડેપો મેનેજરની સામુહિક બદલી કરવામાં આવી છે જેમાં મોરબી ડેપો મેનેજર એ.પી.કરમટાની પણ બદલી કરવામાં આવી છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યના માર્ગ વાહનવ્યવહાર વિભાગ દ્વારા ૨૨ એસટી ડેપોમેનેજરની સામુહિક બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે જેમા છેલ્લા બે વર્ષથી મોરબી ડેપો મેનેજર તરીકે ફરજ બજાવતા એ.પી.કરમટાની અમરેલી એસટી ડેપો મેનજર તરીકે મુકવામાં આવ્યા છે,તેમના સ્થાને કોઈને મુકવામાં ન આવતા મોરબીની જગ્યા ખાલી પડી છે.

ઉલ્લેખનીય છે કે મોરબી ડેપો મેનેજર તરીકેના કાર્યકાળમાં ડેપો મેનેજર કરમટાએ વિદ્યાર્થીઓ અને મુસાફરોમાં સારી કામગીરી થકી ભારે લોકચાહના મેળવી છે.

 

- text