વાંકાનેરમાં અદભૂત કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલુ શીતળા માતાજી નું મંદિર

- text


વાંકાનેર : વાંકાનેરમાં કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલું મંદિર એટલે શીતળા માતાજી નુ મંદિર જ્યાં પૂર્વ બાજુ ટેકરી પર વાંકાનેર નો રાજમહેલ છે અને પશ્ચિમ બાજુ ડુંગરોની વચ્ચે એકદમ કુદરતી વાતાવરણમાં શીતળા માતાજી બિરાજે છે. ત્યાં મંદિરમાં સ્વયંભૂ શ્રી ધોળેશ્વર મહાદેવ પણ બિરાજે છે અને ગણપતિ પણ બિરાજે છે સાથોસાથ રાંદલ માતાજી અને ગુપ્તેશ્વર મહાદેવ ની પણ સ્થાપના છે કાશી વિશ્વનાથ અને ભીમનાથ નું મંદિર પણ છે મંદિરના બગીચામાં બાળકોને રમવા માટે હીંચકા અને લપસ્યા ની પણ સગવડતા છે. મંદિરના પરિષદમાં એક પૌરાણિક વાવ પણ આવેલ છે અને એક કૂવો પણ છે આ બંનેમાં આખા વર્ષ દરમ્યાન મીઠા પાણી નો ભંડાર ભરેલો રહે છે. મંદિરની આજુબાજુ માં વરસો જુના વૃક્ષો મંદિરની શોભા વધારી રહ્યા છે. સવાર અને સાંજના સમયે મોર અને બીજા પક્ષીઓના કલરવથી વાતાવરણમાં મીઠાસ જોવા મળે છે. વરસાદ ચાલુ હોય ત્યારે મંદિરમાં પ્રવેશતા જ ઉપર ડુંગરાઓ નું પાણી મંદિર પરિષદમાંથી પસાર થતું હોય ત્યારે મંદિરે જવાનો લ્હાવો અલૌકિક છે.આ મંદિર અંદાજિત 675 વર્ષ જૂનું છે અને આજે પણ આ મંદિરમાં લાઈટ નથી ફક્ત શ્રાવણ મા સ દરમિયાન ભક્તોની ભીડ વધુ પ્રમાણમાં હોય પેલેસમાંથી લાઈટ ની સગવડતા કરી આપવામાં આવે છે બાકીના 11 મહિના દરમિયાન આ મંદિર કુદરતી પ્રકૃતિમાં જ રહે છે. શ્રાવણમાસ માં શીતળા સાતમનું અદકેરું મહત્વ હોવાથી વાંકાનેર અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આ મંદિરના દર્શનનો લાભ લઇ રહ્યા છે. સાતમ અને આઠમ ના રોજ આ મંદિરે મેળાનું આયોજન કરવામાં આવે છે.

- text

આ વખતે મેળામાં ભગવાન ભોળાનાથ શ્રી મહાકાલેશ્વર ની કૃષ્ણ મુખ પ્રતિકૃતિ બનાવવાનું આયોજન કરેલ છે. મંદિરમાં દર્શન કર્યા બાદ ઘોંઘાટ અને પ્રદૂષણ મુક્ત વાતાવરણમાંથી પાછું ઘેર જવાનું મન કોઈને થતું નથી.

- text