હમ નહિ સુધરેંગે..મોરબી સિરામિક એકમના કોલગેસના કદડા સાથે વધુ એક ટેન્કર પકડાયું

- text


ઉદ્યોગપતિઓ અને ટેન્કર ચાલકો પોતાના સ્વાર્થ માટે માનવી અને અબોલ પશુની જિંદગી સાથે કરે છે ખીલવાડ

મોરબી : મોરબીના અમુક સિરામિક કારખાના વાળા પોતાના અંગત સ્વાર્થ માટે સમસ્ત માનવ જાત અને મૂંગા પશુઓનો જિંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે ત્યારે ગઈકાલે બે ટેન્કર ઝેરી જોખમી કદળા ભરેલા ટેન્કર સાથે બે કારખાનેદાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા છતાં સિરામિક ઉદ્યોગપતિનું વધુ એક પાપ આજે જીપીસીબીની ઝપટે ચડી ગયુ હતું.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબીમાંથી બે સિરામિક કંપનીનો કોલગેસનો કદળો જાહેરમાં ફેંકવા જતા બે ટેન્કર ચાલકો રંગે હાથ ઝડપાઇ જતા જીપીસીબી લે બન્ને ટેન્કર ચાલક અને કારખાનાના માલિકો સામે ગુન્હો નોંધાવ્યો હતો.

- text

બીજી તરફ ગઈકાલે જીપીસીબીએ બે ટેન્કર પકડ્યા હોવા છતાં આજે વધુ એક કારખાનેદાર દ્વારા પોલીસ અને જીપીસીબીની શેહ શરમ કે બીક રાખ્યા વગર જ ૯૦૦૦ લીટર જેટલું અત્યંત ઝેરી પ્રવાહી જાહેરમાં છોડવા ટેન્કર ભરીમોકલતા આ ટેન્કરને જીપીસીબીના અધિકારી પાટીલે બેલા રંગપર નજીકથી ઝડપી લીધું હતું.

જો કે જીપીસીબીએ શંકાના આધારે ટેન્કર અટકાવતા જ જીજે.૪- એક્સ- ૫૭૬૬ નો ચાલક ટેન્કર છોડી નાસી છૂટ્યો હતો, આ મામલે જીપીસીબી દ્વારા મોરબી તાલુકા પોલીસમાં ગુન્હો નોધાવતા પોલીસે ટેન્કરના નમ્બરના આધારે ટેન્કર ચાલક અને સિરામિક કંપનીના માલિકને શોધવા તજવીજ શરૂ કરી છે.

 

- text