હળવદ પોલીસ મથકના ચોરીના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલસીબી

- text


મોરબી : મોરબી એલસીબીએ હળવદ પોલીસ મથકના ચોરીના બે ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબીની માળીયા ફાટક પાસેથી દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદ પોલીસ મથક વિસ્તારમાં રૂ. ૯૩,૫૦૦ અને રૂ. ૩૫,૦૦૦ મળી કુલ રૂ. ૧,૨૮,૫૦૦ની માલમતાની ચોરી કરનાર સુનિલ ઉર્ફે ગડો વિનોદ સાડમિયાને એલસીબીની ટીમે મોરબીની માળીયા ફાટક પાસેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text