મોરબીમાં ભાજપ યુવા મોરચા આયોજિત નિદાન સારવાર કેમ્પનો ૧૦૦ દર્દીઓએ લીધો લાભ

- text


મોરબી : ભારતીય જનતા પાર્ટી મોરબી શહેર યુવા મોરચા દ્વારા આજે ઓમ ક્લિનિક પાસે શિવધરા શોપિંગ, પંચાસર રોડ પર સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો જેનો આશરે ૧૦૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પ ને સફળ બનાવવા માટે મોરબી શહેર યુવા મોરચાના પ્રમુખ શિવમભાઇ પટેલ મંત્રી પરિમલ ઠક્કર ઉપપ્રમુખ ગણેશ નકુમ, ભાવિકભાઈ જારિયા, વિક્રમભાઈ વાંક, યોગીરાજસિંહ જાડેજા, મનીષભાઈ ઠાકર, નાગજીભાઈ વાશજારિયા હાજર રહ્યા હતા.

- text

- text