મોરબીના પાણી પુરવઠા કર્મીઓને પરિપત્ર મુજબ વેતન અપાતુ ન હોવાની કેબિનેટ મંત્રીને રાવ

- text


રજુઆત સંદર્ભે પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ અધિકારીઓને નિયમોનુંસાર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો

મોરબી : મોરબીમા પાણી પુરવઠાના કર્મચારીઓએ કેબિનેટ મંત્રી બાવળીયાને રજુઆત કરી એવી રાવ કરી હતી કે એસએસસી પાસ હોય તેવા પાણી પુરવઠા કર્મીઓને કલાર્કનું પગરધોરણ આપવાનો પરિપત્ર હોવા છતાં આપવામાં આવતું નથી. સામે રજૂઆતના પ્રત્યુત્તરમાં કેબિનેટ મંત્રીએ અધિકારીઓને જુરૂરી સૂચના આપી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા.

મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોશીએ જણાવ્યું કે ગત તા. ૩૦ માર્ચ ૨૦૧૫ના રોજ પાણી પુરવઠાના સભ્ય સચિવોએ એક પરિપત્ર બહાર પાડીને એસ.એસ.સી પાસ હોય તેવા કર્મચારીઓને ક્લાર્કનું પગાર ધોરણ આપવાનો આદેશ કર્યો હતો. પરંતુ દુઃખની વાત એ છે કે મોરબી ડિવિઝનમાં આ પરિપત્રનો અમલ થતો જ ન હતો. તેથી આ બાબતે તમામ કર્મચારીઓએ રાજકોટ ચીફ એન્જીનિયરને અનેક વખત લેખિત રજૂઆતો કરી હતી.

- text

પરંતુ તેઓએ આ પ્રશ્ન ઉકેલવામાં જરાય તસ્દી લીધી ન હતી. આથી તમામ કર્મચારીઓએ તાજેતરમાં નિમાયેલા પાણી પુરવઠાના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને રજુઆત કરતા તેઓએ જણાવ્યું કે કોઈ પણ નાના કર્મચારીને અન્યાય થવો ન જોઈએ. આવા કર્મચારીઓ ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે. ત્યારે તેમને અન્યાય કરવો યોગ્ય નથી. આ રજુઆત સંદર્ભે તેમને અધિકારીને રૂબરૂ બોલાવી નિયમોનુસાર કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. તેમ કાર્યકરે જણાવ્યું હતું.

 

- text