પૂર્વ મંત્રી કવાડીયાએ નાયબ મુખ્યમંત્રીને પાણી પ્રશ્ને લખ્યો પત્ર

- text


બ્રાહ્મણી – ૧ અને બ્રાહ્મણી -રમાં નર્મદાનું પાણી ઠાલવી ખેડૂતોને આપવા કરાઈ રજુઆત

હળવદ : હળવદ પંથકમાં મોસમનો માત્ર કહેવા પુરતો જ વરસાદ વરસતા ખેડૂતો તેમજ પશુપાલકોની હાલત દયનીય બની છે. ઓછામાં પુરૂ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલો પણ બંધ રહેતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલ થકી બ્રાહ્મણી ડેમ ૧ અને ર ભરવામાં આવે અને ખેડૂતોને પાણી આપવામાં આવે તેવી ભારપૂર્વક લેખિતમાં પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયાએ રાજયના નાયબ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરી છે.

પંથકમાં ચોમાસા દરમિયાન પુરતો વરસાદ નહીં વરસતા જગતનો તાત ચિંતામાં મુકાયા છે. જયારે તાલુકાના મોટા ભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કરી નાખ્યું હોય પરંતુ વરસાદ નહીં વરસતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તો બીજી તરફ પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલો પણ બંધ રહેતા ખેડૂતોનો ઉભા પાક નષ્ટ થવાની ભીતિ સેવાઈ રહી છે.

- text

આ અંગે રાજયના પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયાએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિતમાં પત્ર પાઠવી જણાવ્યું હતું કે, ઉપરવાસમાં તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ખુબ જ સારો વરસાદ હોવાના લીધે નર્મદા ડેમમાં પાણીની આવક ખુબ જ સારી હોય તેમજ હાલ ડેમના પાણીની સપાટી પણ વધુ હોઈ જેથી અત્યારે ધ્રાંગધ્રા અને મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલો દ્વારા પાણી છોડવામાં આવે અને બ્રાહ્મણી -૧ અને બ્રાહ્મણી -ર ડેમ ભરવામાં આવે તો આગામી સમયમાં હળવદ પંથકના ખેડૂતોના પાકને નુકસાન થતું અટકાવી શકાય તેમ છે. થોડા સમય અગાઉ આ વિસ્તારમાં વરસાદ વરસ્યો હોય તે દરમિયાન જા પાણી છોડી ડેમ ભરવામાં આવે તેવું રજુઆતમાં જણાવ્યું હતું.

- text