મોરબી : માધવ માર્કેટ ઉપર મંજૂરી વગર મોબાઈલ ટાવર નાખવા સામે કલેકટરને રજૂઆત

- text


મોરબી : મોરબીની માધવ શોપિંગ માર્કેટ ઉપર મંજૂરી વગર બીએસએનએલનો મોબાઈલ ટાવર ખડકી દેવાનું કામ ચાલતું હોવાથી દુકાનધારકોએ આ મામલે જિલ્લા કલેકટરને રાવ કરીને ટાવર હટાવી લેવાની માંગ ઉઠાવી છે.

માધવ શોપિંગ સેન્ટરના દુકાનધારકોએ જિલ્લા કલેક્ટરને રજુઆતમાં જણાવ્યું હતું કે શોપિંગ સેન્ટરની ઉપર મંજૂરી વગર જગદંબા ટેલિકોમ દ્વારા બીએસએનએલના મોબાઈલ ટાવરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શોપિંગ સેન્ટરમાં ૧+૨ની મંજૂરી હોવા છતાં ૫ માળ બનાવીને તેના પર ટાવર બનાવવામાં આવી રહ્યો છે.

- text

વધુમાં જણાવાયું કે શોપિંગ સેન્ટરનું બિલ્ડીંગ સ્ટ્રક્ચર વાઇઝ સલામત નથી. તેમ છતાં પાંચમા માળે મોબાઈલ ટાવરનું કામ કરવામાં આવી રહ્યું છે. આ કામને અટકાવવામાં આવે તેવી માંગ છે.

- text