ગુજરાત સ્ટેટ રાયફલ શૂટિંગમાં મોરબીનો યુવાન ઝળકયો

- text


વડોદરા ખાતે યોજાયેલ સ્ટેટ લેવલની ચેમ્પિયનશીપ સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવ્યું

મોરબી : મોરબીના હરિપર ગામના પટેલ યુવાને તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલ ૫૪ મી ગુજરાત સ્ટેટ લેવલ શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા પ્રથમ સ્થાન મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું અને પટેલ સમાજનું ગૌરવ વધાર્યું છે.

વડોદરા ખાતે યોજાયેલ ૫૪ મી ગુજરાત સ્ટેટ લેવલ શૂટિંગ ચેમ્પિયનશીપ સ્પર્ધા માં ગુજરાતભરમાથી ૧૧૦૦ જેટલા શૂટર્સ ભાગ લીધો હતો જેમાં મોરબીના યુવા શૂટર્સ દિપ બી.પટેલે બે પીસ્ટલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો જેમાં સ્ટાન્ડર્ડ પોસ્ટલમાં ૨૫ મીટરે ૨૫૧ પોઇન્ટ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મેડલ મેળવી મોરબી જિલ્લાનું અને પટેલ સમાજનું ગૌરવ વધાર્યું હતું, દીપ પટેલ મોરબીના હરિપર કેરાળા ના વતની છે.

- text

ઉલ્લેખનીય છે કે દીપ ભુપેન્દ્રભાઈ પટેલે વર્ષ ૨૦૧૫ માં ભારત સરકારના ખ્યાતિ પ્રાપ્ત શૂટર્સ ની પદવી પ્રાપ્ત કરી છે અને છેલ્લા ૧૧ વર્ષથી શૂટિંગમાં મહારત હાંસલ કરી અત્યાર સુધીમાં જુદી જુદી સ્પર્ધાઓમાં ૨૫ મેડલ તથા અનેક એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.

- text