મોરબીમાં ૬૮૦ લોકોએ આપી મહાનુભાવોના જીવન વિષયક સ્પર્ધાત્મક પરીક્ષા

- text


સમતા ફાઉન્ડેશન આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા ત્રણ ગ્રૂપમાં લેવાઈ : પ્રથમ, દ્વિતીય અને તૃતીયને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા

મોરબી : મોરબીના સમતા ફાઉન્ડેશન દ્વારા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સમાજ સુધારકોના જીવન વિષયક સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં ૬૮૦ લોકોએ ભાગ લીધો હતો. જેમાંથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર પરિક્ષાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

- text

સમતા ફાઉન્ડેશન દ્વારા મોરબી જિલ્લાના લોકોમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય અને દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓ અને સમાજ સુધારકો વિશે જ્ઞાન પ્રાપ્ત થાય તે હેતુ થી દેશના સ્વતંત્રતા સેનાનીઓ અને સમાજ સુધારકોના જીવન વિષયક સ્પર્ધાત્મક પરીક્ષા નોબલ કિડ્સ શાળા ખાતે યોજવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના કુલ ૬૮૦ લોકોએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.ત્રણ ગ્રુપ માં પરીક્ષા લેવા માં આવી હતી અને પ્રત્યેક ગ્રુપ માં પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર પ્રાપ્ત કરનારને અનુક્રમે ૫૦૦૦/-, ૨૧૦૦/-, ૧૧૦૦/- રોકડ પુરસ્કાર પી.ડી. કાંજીયા,નવયુગ સંકુલતરફ થી આપવામાં આવ્યા હતા.આ પરીક્ષામાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલા, નગર પાલિકા ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા અને નવયુગ સંકુલના પ્રમુખ પી.ડી. કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. આ પરીક્ષામાં એ ગ્રુપમાં પ્રથમ સરસાવડીયા તૃપલ, દ્વિતીય અઘારા હર્ષ અને તૃતીય પરસાનિયા ખીલન, બી ગ્રૂપમાં પ્રથમ કૂનપરા શ્રેયા, દ્વિતીય જાડેજા ખુશીબા, તૃતીય ચાવડા હર્ષ અને સી ગ્રુપમાં પ્રથમ કાનગઢ સાગર, દ્વિતીય ડાંગર કિશોર અને તૃતીય મૂછડીયા સવજી રહ્યા છે.

- text