મોરબીના માધાપરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૨૨ બોટલ સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબીના માધાપરમાં રહેણાંક મકાનમાં એ એડિવિઝન પોલીસે દરોડો પાડીને રૂ. ૬૬૦૦ની કિંમતના ૨૨ બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એ ડિવિઝન પોલીસે માધાપર શેરી નં. ૧૧માં સાહિલ હિતેશભાઈ વાણદના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૨૨ બોટલ કિંમત રૂ. ૬૬૦૦ પકડી પાડી હતી. આ સાથે સાહિલ હિતેશભાઈ વાણદની ધરપકડ કરી હતી. જ્યારે આ કામનો અન્ય આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો રૈયાભાઈ ટોટા હજાર મળી આવેલ ન હોય તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

- text