મોરબીમાં સેવા ભારતી દ્વારા ગુરૂવારે કેરળ પુરપીડિતો માટે રાહત ફંડ એકત્રીકરણનો કાર્યક્રમ

- text


શહેરના અલગ અલગ ૧૧ સ્થળોએથી રાહત ફંડનું એકત્રીકરણ કરાશે

મોરબી : મોરબીમાં આવતીકાલે ગુરુવારના રોજ સેવા ભારતી દ્વારા કેરળના પુર પીડિતો માટે રાહત ફંડ એકત્રીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ૧૧ સ્થળોએથી રાહત ફંડનું એકત્રીકરણ કરવામાં આવનાર છે.

કેરળમાં સર્જાયેલા જળપ્રલયમાં અનેક લોકોનો જીવ ગયા છે. સાથે લાખો લોકો બેઘર બન્યા છે. કેરળ પર થયેલા આ પ્રકોપ સામે ઠેર ઠેરથી લોકો સહાયનો ધોધ વરસાવી રહ્યા છે. ત્યારે આ સેવાકાર્યમાં મોરબી શહેર પણ સહભાગી બને તેવા આશયથી આરઆરએસ પ્રેરિત સેવા ભારતી-ગુજરાત દ્વારા કેરળ પુર પીડિતો માટે રાહતફંડ એકત્રીકરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

આ કાર્યક્રમ આવતીકાલે તા. ૨૩ને ગુરૂવારના રોજ સવારે ૮ થી ૧૧ કલાક દરમિયાન યોજાશે. આ કાર્યક્રમ સિદ્ધિ વિનાયક સર્કલ- સ્વાગત ચોકડી, બાપા સીતારામ ચોક, વર્ધમાન એપાર્ટમેન્ટ- રામકો બંગલો પાસે, જૂની એચડીએફસી બેંકવારી ચોકડી, રામ ચોક, ઉમિયા સર્કલ- શનાળા રોડ, નવા બસસ્ટેન્ડ, જુના બસસ્ટેન્ડ, નગર દરવાજા, મહારાણા પ્રતાપ ચોક- ગેંડા સર્કલ અને નવલખી ફાટકે યોજાશે.

ફાઈલ ફોટો

- text