મોરબીના અમરનગર ગામે જુગાર રમતા ૫ ઝડપાયા

- text


તાલુકા પોલીસે રોકડ રૂ. ૨૭,૦૯૦ જપ્ત કર્યા

મોરબી : મોરબીના અમરનગર ગામમાં જાહેરમાં જુગાર રમતા ૫ શખ્સોને રૂ. ૨૭,૦૯૦ની રોકડ સાથે ઝડપી પાડી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે અમરનગર ગામે પાણીના ટાકા પાસે જાહેરમાં જુગાર રમતા જસુભા ભાવુભા ઝાલા, વનરાજસિંહ ગોવુભા ઝાલા, દેવીસિંહ હરિસિંહ ઝાલા,જ્યૂભા ગુમાનસિંહ ઝાલા અને માવજીભાઈ ઝવેરભાઈ પાંચોટિયાને રોકડ રૂ. ૨૭,૦૯૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text