મોરબીની ડિસી મહેતા ડિસ્પેન્સરીમાં બે દિવસીય કેન્સર નિદાન કેમ્પ સંપન્ન

- text


મોરબી : મોરબીની ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી દ્વારા તાજેતરમાં બે દિવસીય કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લઈને કેમ્પને સફળ બનાવ્યો હતો.

- text

શહેરના નવાડેલા રોડ પરની ડી.સી. મહેતા ડિસ્પેન્સરી ખાતે શનિવાર અને રવિવાર એમ બે દિવસીય કેન્સર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં મુંબઈ કેન્સર નિષ્ણાંત ડો. વિક્રમભાઈ સંઘવીએ દર્દીઓને તપાસીને નિદાન કર્યું હતું કેન્સર નિદાન કેમ્પનો ૮૪ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પને સફળ બનાવવા મેડીકલ ઓફિસર ડો. હસ્તીબેન મહેતાએ જહેમત ઉઠાવી હતી.

 

- text