મોરબીમાં બુધવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ

- text


માનવ કલ્યાણ ટ્રસ્ટનું આયોજન : રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ આપશે સેવા

મોરબી : મોરબીમાં કેનાલ રોડ પર આવેલ સ્વાગત હોલ ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા રાજસ્થાન હોસ્પિટલના સહયોગથી આગામી તા. ૨૨ને બુધવારના રોજ સવારે ૮:૩૦ થી ૧:૩૦ દરમિયાન નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં હદયને લગતી બીમારી, હાડકાને લગતા રોગો, પેટ, આંતરડા, લીવરની બીમારી તેમજ તેને સંબંધિત તથા મગજ, કરોડરજ્જુ, મણકાના રોગ, નાક, કાન , ગળાના રોગોની વિનામૂલ્યે તપાસ રાજસ્થાન હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવશે. કેમ્પમાં બાળકોને વિટામિન એ , આલ્બેડજોલ ટેબ્લેટ્સ તથા દરેક ગર્ભવતી મહિલાઓને મલ્ટી વિટામિન ટેબ્લેટ્સ સંસ્થા દ્વારા વિનામૂલ્યે આપવામાં આવશે.

- text

આ ઉપરાંત કેમ્પમાં ડાયાબિટીસની નિઃશુલ્ક તપાસ, કાર્ડિઓગ્રામની નિઃશુલ્ક તપાસ કરવામાં આવશે. આ સાથે ઇન્વેસ્ટિગેશન, દવા અને એક્સરે સિવિલમાં વિનામૂલ્યે કરાવી આપવામાં આવશે. કેમ્પમાં નિષ્ણાંત તબીબો ડો. તરુણ દવે, ડો. કાંતિલાલ જૈન, ડો. ભાવના પટેલ, ડો. નયન પાંચોટિયા , ડો. કૈરવ શાહ, ડો. કલ્પેશ છાજેર, ડો. સુનિલ શર્મા અને ડો. નીરજ પટેલ સેવા આપશે.

કેમ્પમાં દર્દીઓએ જુના રિપોર્ટ તથા એક્સરે સાથે રાખવાના રહેશે. કેમ્પને સફળ બનાવવા માટે ચેરમેન મુકેશ મેરજા , પ્રમુખ ગીતાબેન પટેલ , મહામંત્રી વિભાબેન પટેલ અને હિરેનભાઈ પ્રજાપતિ જહેમત ઉઠાવી રહ્યા છે. વધુ વિગત માટે અથવા રજીસ્ટ્રેશન માટે હિરેન પ્રજાપતિ મો.નં. ૯૯૯૮૦ ૮૮૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text