વાંકાનેર તાલુકા પોલીસ મથકના લૂંટના ગુનામાં ૬ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

- text


મોરબી : વાંકાનેર તાલુકા પોલીસના લૂંટના ગુનામાં છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીએ મોરબી નજીક ત્રાજપર ચોકડી ખાતેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીએ બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ મથકના લૂંટના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપી સોયેબ ઉર્ફે સોયલો ઈમ્તિયાઝભાઇ ચૌહાણ રહે. રામનાથપરા, રાજકોટ વાળાને મોરબી નજીક ત્રાજપર ચોકડી ખાતેથી ઝડપી પાડ્યો છે.

- text

- text