મોરબી કંડલા બાયપાસ ઉપર ટેન્કરે હડફેટ લેતા યુવતીનું મોત

- text


મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર ટેન્કર ચાલકે એક્ટિવાને હડફેટ લેતા એક્ટિવા ચાલક યુવતીનું મોત નીપજ્યું હતું અને એક યુવતીને ઇજા પહોંચી હતી.

ગઈકાલે મોરબી – કંડલા બાયપાસ રોડ ઉપર સુરજ હોટલની સામે ટેન્કર નંબર RJ.07.GD.0259 ના ચાલકે રાજેશભાઇ કરમશીભાઇ પરમાર, ઉ.વ ૩૫ ધંધો મજુરી કામ રહે- શકત શનાળા ગામ ની બાજુમા મોરભગતની વાડીમા મોરબીવાળાની પુત્રી તથા ભત્રીજી એક્ટિવા લઈને જતી હતી ત્યારે ટેન્કર પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી એકટીવાને અડફેટે લેતા તેમની પુત્રીનું મોત નિપજયુ હતું જ્યારે ભત્રીજીને ગંભીર ઇજાઓ કરી હતી. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ પીઆઇ આર.જે.ચૌધરી ચલાવી રહ્યા છે.

- text

- text