મોરબીના વિદ્યાર્થીએ પ્રથમ પ્રયત્ને સી.એ.ની દરેક પરીક્ષાઓ પાસ કરી અનોખી સિધ્ધી પ્રાપ્ત કરી

મોરબી : મોરબી ના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક મા કાર્યરત જનતા ક્લાસીસ ના વિદ્યાર્થી જય અમીત કુમાર મેહતા એ તાજેતર મા અનોખી સિધ્ધી હાંસલ કરી છે. તેઓએ માત્ર ૨૧.૫ વર્ષ ની ઉંમરે જ સી.એ. ની પદવી પ્રાપ્ત કરી છે.

મોરબી જનતા ક્લાસીસમા વાણિજ્ય પ્રવાહ નુ તલસ્પર્શી માર્ગદર્શન મેળવી તેઓએ સી.એ. નો અભ્યાસક્રમ શરૂ કર્યો ત્યાર બાદ તેઓએ દરેક પરીક્ષાઓ પ્રથમ પ્રયત્ને પાસ કરી નાની વયે સી.એ. બનવાની સિધ્ધી હાંસલ કરી છે.

તેમની આ સિધ્ધી બદલ ક્લાસીસ ના સંચાલકો પ્રવિણ ભાઈ કક્કડ તથા નિર્મિત ભાઈ કક્કડે અભિનંદન પાઠવ્યા છે તેઓએ જણાવ્યુ છે કે જય એ માત્ર ક્લાસીસ જ નહી સમગ્ર મોરબી નુ ગૌરવ વધાર્યુ છે. તે ઉપરાંત જીવન મા ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી મા વાણિજ્ય પ્રવાહ ક્ષેત્રે છેલ્લા ૪૨ વર્ષ ની કાર્યરત જનતા ક્લાસીસમા જય ના પિતાએ પણ અભ્યાસ કર્યો હતો.