મોરબીના આંદરણામાં વડીલના જીવતા જગતિયામાં ૧૦૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું, ૧૨૦૦ રોપાનું વિતરણ

- text


સુંદરકાંડના પાઠ કરાયા, પક્ષીને ચણ અને શ્વાનોને લાડવા અપાયા

મોરબી : મોરબીના આંદરણા ગામે આજે દેસાઈ પરિવાર દ્વારા પરિવારના ૯૫ વર્ષીય વડીલનું જીવતું જગતિયું કરવામાં આવ્યું હતું. જેમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં ૧૦૫ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. સાથે ૩૫૦૦ જેટલા ગ્રામજનોનો જમણવાર પણ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત સુંદરકાંડના પાઠ, કૂતરાને લાડવા- પક્ષીને ચણનું વિતરણ અને ૧૨૦૦ રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

મોરબીના આંદરણા ગામે દેસાઈ પરિવાર દ્વારા પરિવારના વડીલ મોહનભાઇ જીવાભાઈ દેસાઈ ઉ.વ.૯૫ની ઈચ્છા અનુસાર આજ રોજ વડીલ વંદના અસ્મિતા પર્વ (જીવતું જગતિયું)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૯ થી ૧૧ નિવાસ સ્થાને સુંદરકાંડના પાઠ કરાય હતા . સાથે સવારે ૮ થી ૧૨ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયો હતો. રક્તદાન કેમ્પમાં ૧૦૫ જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ૧૨૦૦ વૃક્ષના રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બપોરે જમણવાર રાખવામાં આવ્યો હતો. જેમાં ગ્રામજનો અને આસપાસના વિસ્તારોના શ્રમિકો મળીને કુલ ૩૫૦૦ લોકોએ ભોજન લીધું હતું.

- text

દેસાઈ પરિવારના વડીલ મોહનભાઇ જીવાભાઈ દેસાઈ ઉ.વ.૯૫ તેમના મૃત્યુ બાદની જમણવાર સહિતની વિધિ તેમના જીવતા જ એટલે તેમનું જીવતા જગતીયું કરવાની પરિવાર સમક્ષ ઈચ્છા વ્યકત કરતા પરિવારના સભ્યો મધુભાઈ મોહનભાઇ દેસાઈ, અરજણભાઈ મોહનભાઇ દેસાઈ, કાંતિભાઈ મોહનભાઇ દેસાઈ, પુરીબેન મધુભાઈ દેસાઈ, અનસોયાબેન અરજણભાઈ દેસાઈ અને ભગવતીબેન કાંતિભાઈ દેસાઈ સહિતના પરિવારના સભ્યોએ વડીલ વંદના અસ્મિતા પર્વનું વિશેષ આયોજનની સાથે બ્લડ ડોનેશન કેમ્પ અને રોપા વીતરણ જેવા કાર્યક્રમનું આયોજન કરી સમાજમાં એક નવો પ્રેરણાદાયી ચીલો પાડ્યો છે.

- text