મોરબીમાં દરજીકામ કરનારનો પુત્ર પીએસઆઇ બન્યો : છોટાઉદેપુરમાં પોસ્ટિંગ

- text


મોરબી : મોરબીમાં દરજીકામ કરનાર પિતાનો પુત્રએ પોતાની લગન અને મહેનતના જોરે પીએસઆઈની પરીક્ષા પાસ કરીને એક વર્ષની તાલીમ પણ પૂર્ણ કરી છે. તાલીમ પૂર્ણ થતાં છોટાઉદેપુર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

મોરબીના કાલિકા પ્લોટ મેઈન રોડ, મોમાઈ ડેરી પાસે રહેતા અને દરજીકામ કરતા નરશીભાઈ ગઢવીના પુત્ર હિરેનભાઈ ગઢવી જેઓએ એમ એમ સાયન્સ કોલેજ મોરબીમાં બીએસસી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએસસીનો અભ્યાસ કર્યો છે. હિરેન ગઢવીએ તાજેતરમાં પીએસઆઈની પરીક્ષા પાસ કરીને એક વર્ષની તાલીમ પણ પૂર્ણ કરી છે. તેઓને છોટા ઉદેપુર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. પુત્રને પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળતા ગઢવી પરિવારમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

- text

- text