ટંકારાના છતર ગામ નજીક ટ્રક સાથે અથડાતા કારમાં લાગી આગ

- text


ગંભીર અકસ્માતને કારણે હાઇવે પર વાહનોની થપ્પા : ઇજાગ્રસ્તો રાજકોટ ખસેડાયા

ટંકારા : ટંકારાના છતર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં કાર અગનગોળો બની ગઈ હતી અને આ ગંભીર અકસ્માતને પગલે રાજકોટ મોરબી હાઇવે પર વાહનોના થપ્પા લાગી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારાના છતર ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે કારમાં આગ લાગી હતી. જો કે, આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ છે કે નથી થઇ એ હજુ જાણવા મળ્યું નથી

- text

વધુમાં આ ગંભીર અકસ્માતને કારણે રાજકોટ – મોરબી હાઇવે પર બન્ને તરફ વાહનોના થપ્પા લાગ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલા લોકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

- text