રોગચાળાની સિઝન ચોમાસામાં સ્વસ્થ કેઇ રીતે રહેવું ?

- text


સ્પર્શ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિકના ડો. જેયશ સનારીયાએ આપ્યા સોનેરી સૂચનો

મોરબી : વર્ષની ત્રણે ઋતુઓમાં ચોમાસામાં વધારે રોગચાળો જોવા મળે છે, કારણ કે આ ઋતુમાં વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ ભેજ હોય છે. જેમાં વાયરસ, બેક્ટેરિયા, કંગસ જેવા સૂક્ષ્મ જીવો મોટા પ્રમાણમાં વૃધ્ધિ પામતા હોય છે. આ સુક્ષ્મ જીવાણુઓ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે. સૌપ્રથમ તો નાક, ગળું, કાક્ડા વગેરેમાં પ્રવેશે છે અને ત્યાં વૃધ્ધિ પામે છે. જેથી શરદી, ઉઘરસ વગેરે થાય છે, કાકડામાં સોજો આવે છે. અને ઈન્ફેકશન લાગે છે. આ સુક્ષ્મ જીવાણુઓ જો ફેફસા સુધી પહોંચી જાય તો ન્યુમોનિયા અથવા ભારે કફ, ભરણી જેવા રોગો થાય છે. ખાસ કરીને અસ્થામા, શ્વાસ, ભરણી અને એલર્જીના દર્દીઓ આ ઋતુમાં વધારે જોવા મળે છે. વાતાવરણમાં રહેલ ધૂળ, ધુમાડો, રજકણ ખાસ કરીને પ્રદૂષણ આ રોગોમાં વૃધ્ધિ કરે છે.

ચોમાસામાં સ્વચ્છતાનો સૌથી મોટો પ્રશ્ન હોય છે. ખાસ કરીને ગામડામાં ઉકરડા અને કચરાના ઢગલા પર વરસાદનુંપાણી પડે ત્યારે ગંદકી થાય છે. જેના પર માખી, મચ્છર વગેરે બેસે છે. પછી આ જંતુઓ પાણી અને ખોરાક પર બેસીને તેને રોગીષ્ટ બનાવે છે. એટલે ચોમાસામાં સ્વસ્થ રહેલું હોય તો તેની પ્રથમ અને મોટી શરત છે, સ્વચ્છતા, સ્વચ્છતા હશે સ્વસ્થતા જળવાશે.
♦ચોમાસામાં થતા રોગો અને તેનાં લક્ષણો
➡ન્યુમોનિયા, ભરણી, સ્વરથમા :

શરદી, ઉધરસ, ઠંડી લાગવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, કણસવું વગેરે. મરડો-ઞાડા : પેટમાં દુઃખાવો, ઊબકા, ઊલટી, યીકાશવાળો મળ થવો, સંડારામાંથી લોહી પડવું.

➡મલેરિયા, ડૅન્ગ્યુ :

માથાનો દુખાવો, ઊલટી, ઊબકા, ટાઢિયોં તાવ, કળતર, શરીરમાં દુખાવો, આંખો દુખવી, ચામડી પર લાલ ચાંભા પડવા વગેરે

➡કમળો :

પેશાબ પીળો, ઊલટી, ઊબકા, ભૂખ ન લાગવી (અરુચિ), પેટમાં દુખાવો, તાવ વગેરે.

➡ટાઈફોઈડ : સતત તાવ, પેટમાં દુખાવો, ઊલટી, અરૂચિ, મોં કડવું થઈ જવું.

- text

➡દાદર : ચામડી પર લાલ રંગના ચક્રડા થવા, ઉપર ફોતરી પડવી, ખંજવાળ-બળતરા થવી.

કૃમિ : મળ માર્ગમાં ખંજવાળ, ઝાડામાં જીવાત દેખાવીં, લોહીના ટકા ઓછા થઇ જવા, મોઢા પર આછા સફેદ ડાઘ થવા. ગૂમડા (ફ્ડકિયા) : ચામડી પર રસીવાળી ફોકડી થવી, પાણી ભરેલી ફોડકી થવી.
♦રોગમુકત થવાના ઉપાયો
અંગ્રેજીમાં એક કહેવત છે કે “પ્રિવેન્શન ઈઝ બેટર ઘેન કયોર” જેનો સીધો સાદો અર્થ થાય છે, ઈલાજ કરતાં સાવચેતી સારી. ચેતતા નર સદા સુખી આ કહેવત રોગ માટે પણ લાગુ પડે છે.

➡ચોમાસાની ઋતુમાં ખાણી-પીણી, વ્યક્તિગત યોખ્ખાઇ અને પાણીની શુઘ્ધતા પર ધ્યાન રાખવામાં આવે તો ઘણા રોગોથી બચી શકાય છે, સૌ પ્રથમ તો ઘરમાં પૂરતા પ્રમાણમાં હવા-ઉજાસ આવે તેની કાળજી રાખવી જોઈએ, સવારે ઉઠીને ગરમ પાણીના કોગળા કરવા, હળદરવાળું દૂધ અથવા તો ગરમ પ્રવાહી લેવું, ગરમ નાસ લેવો, પાણીને શુધ્ધ અને સફેદ રંગના ઘર કપડા વડે ગાળવું. આ કાપડનો ઉપયોગ અન્ય કામો માટે ન થતો જોઈએ. શકય હોય ત્યાં સુધી ઉકાળેલું જ પાણી પીવું.

➡ મચ્છરથી થતા રોગોને અટકાવવા ઘરમાં પાણી ભરેલાં વાસણો, ટાંકી વગેરેને વ્યવસ્થિત ઢાંકવાં, બિનજરૂરી પાણી ક્યાંય જમ| ન થવું જોઇએ. જંતુનાશક દવાનો ઉપયોગ કરવો. ગામડામાં ઘેર ઉકરડો કરવો નહિ. શક્ય હોય તો ઢોરને ઘેર ન બાંઘતાં વાડામાં બાંધવા. મચ્છ્રદાનીનો ઉપયોગ કરવો. આખી બાયના કપડા પહેરવા.

➡ ખુલ્લામાં પડી રહી હોય તેવી બહારની વસ્તુઓ, વાસી ખોરાક, આથાવાળી રસોઈ વગેરે લેવું નહિ. બહારના ઠંડા પીણા, પેપ્સી વગેરે પીવા નહી. મોઢે માસ્ક કે રૂમાલ બાંધી રાખવા.

➡દર્દીના કપડાં,ટુવાલ, સાબુ વગેરે અલગ રાખવાથી ચામડીના રોગો ફેલાતા અટકાવી શકાય છે.

 

- text