મોરબી જિલ્લાના ચાર ડેમોમાં નવા નિરની આવક : મચ્છુ-૨ની સપાટી 9 ફૂટએ પોહચી

- text


સૌથી વધુ મચ્છુ -૨ ડેમમાં ૨૪૪ એમસીએફટી પાણીના જથ્થાની આવક : 3 મહિના ચાલે તેટલા પાણીના જથ્થાનો સંગ્રહ

મોરબી :મોરબી જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર ઇનિંગથી જિલ્લાના ચાર ડેમો મચ્છુ -૨, મચ્છુ-૩, ડેમી-૧ અને ડેમી-૨માં નવા નિરની આવક થઈ છે. જેમાં સૌથી વધુ મચ્છુ-૨ ડેમમાં ૨૪૪ એમસીએફટી પાણીના જથ્થાની આવક નોંધાઇ છે. ડેમની સપાટી ૧૦ 9 ફૂટએ પોહચી છે.

મોરબી જિલ્લામાં ગઈકાલથી મેઘરાજાએ ધુવાધાર ઇનિંગની શરૂઆત કરી છે. જેના કારણે જિલ્લાના ચારેય ડેમોમાં નવા નિરની આવક થઈ છે. મચ્છુ-૨ ડેમમાં ૯.૨૮ ફૂટ, મચ્છુ-૩ ડેમમા ૧.૧૫, ડેમી-૧ ડેમમાં ૨.૫૬ ફૂટ અને ડેમી-૨ ડેમમાં ૧.૪૮ ફૂટની સપાટીએ પાણી પહોંચ્યું છે.

- text

મચ્છુ-૨ ડેમની સ્થિતિ જોઈએ તો મચ્છુ-૨ ડેમ અગાઉ તળિયા ઝાટક હતો. ત્યારે છેલ્લી ૨૪ કલાકમાં ડેમ પર કુલ ૧૩૯ વરસાદ નોંધાયો હતો. ગત મોડી રાત્રે ૧ થી આજે સવારે ૫ વાગ્યા સુધીમાં ૭૦ મિમિ વરસાદ નોંધાયો છે. જેના કારણે મચ્છુ-૨ ડેમમાં નવું ૨૪૪ એમસીએફટી પાણી આવ્યું છે. મચ્છુ ડેમની સપાટી ૯.૨૮ ફૂટે પહોંચી છે. મચ્છુ 2માં હજુ પણ 7000 ક્યુસેક પાણીની આવક ચાલુ છે.

- text