વાંકાનેર : દારૂની બોટલ દેવા આવેલો બુટલેગર અને બે પ્યાસી ઝડપાયા

- text


બે શરાબ શોખીનો દારૂની બોટલની ડિલિવરી લે તે પહેલાં જ પોલીસ આવી જતા પેગ ને બદલે જેલની હવા ખાવી પડી

વાંકાનેર : વાંકાનેરના મેસરિયા નજીક દારૂની બોટલ લેવા આવેલા બે પ્યાસીઓને અને દારૂની ડિલિવરી દેવા આવેલા બૂટલેગરને પોલીસે રંગેહાથ ઝડપી લેતા વરસાદી માહોલમાં પેગનો માહોલ બને તે પૂર્વે જ બે શરાબ શોખીનોને દંડા ખાવાનો વારો આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના મેસરિયા નજીક વિદેશી દારૂની એક બોટલની ડિલિવરી આપવા આવેલા વનરાજભાઈ ભુપતભાઈ ધાધલ ઉવ-૩૨ ધંધો- ખેતી રહે- જાની વડલા તા-ચોટીલા જી-સુ.નગર વાળાને પોલીસે દબોચી લઈ આ દારૂ લેવા આવેલા શોખીન ગોરધનભાઈ રાજાભાઈ સરવૈયા ઉવ-૪૦ ધંધો-ડ્રાયવીંગ તથા લક્ષ્મણભાઈ જહાભાઈ સરવૈયા ઉવ-૨૫ ધંધો-મજુરી રહે- બંને હાલે- વીરડા વાજડી તા-જી-રાજકોટ મુળ-શેખરડી તા-વાંકાનેર વાળાને ઝડપી લીધા હતા.

- text

વધુમાં પોલીસે પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની રોયેલ પેગ પ્રીમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ ની કંપની શીલ પેક બોટલ નંગ-૧ કિ.રૂ. ૩૫૦ તથા દારૂ વેચવા આવેલ બુટલેગરનું મો.સા હિરો સ્પ્લેન્ડર પ્લસ રજી નં-જી.જે.૧૩.બી.બી. ૮૮૫૨ નુ કિ.રૂ. ૧૦૦૦૦ તથા દારૂ લેવા આવેલા આરોપીના ઇંગ્લીશ દારૂની બોટલ સાથેના હિરો એફ.એસ ડીલક્ષ રજી નં-જી.જે.૩.ઈ.ક્યુ. ૦૯૩૪ વાળુ કિ.રૂ ૧૫૦૦૦ મળી કુલ મુદ્દામાલ કિ.રૂ. ૨૫૩૫૦/- સાથે ત્રણેય આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text