૧૨ લાખના ખર્ચે નવા આધુનિક પંચાયત ઘરનું લોકાર્પણ

- text


 

નવા માલણીયાદ ગામે નવનિર્મિત પંચાયત કચેરીનું શાશ્ત્રોક વિધીથી શુભારંભ

સરપંચ, ઉપસરપંચ, તલાટી, સભ્યો, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત

રાજ્ય સરકાર દ્વારા શહેરની વિવિધ સરકારી ઈમારતો નવી બનાવ્યા બાદ ગ્રામીણ વિસ્તારોમાં પ્રજાને સુખાકારી સુવિધાઓ મળી રહે તે માટે હળવદ તાલુકા પંચાયત અને આરએન્ડબી વિભાગ દ્વારા હળવદ તાલુકાના માલણીયાદ ગામની પંચાયત વિભાજન થતાં
નવા માલણીયાદને ૧૨.૩૪ લાખના ખર્ચે નવા પંચાયત ઘરનું આજે શાશ્ત્રોક વિધી સાથે યજ્ઞ કરી સરપંચના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉપ સરપંચ,તલાટી કમ મંત્રી, સભ્યો,સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

હળવદ તાલુકાના માલણીયાદ ગામની પંચાયત કચેરીનુ વિભાજન થતા તેમજ નવા પંચાયત ઘરની જરૂરિયાત હોવાથી હળવદના નવા માલણીયાદ ગામમાં ૧૨.૩૪ લાખના ખર્ચે નવા આધુનિક પંચાયત ઘરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ નવા પંચાયત ઘરમાં સરપંચ માટે ઓફીસ, તલાટી માટે ઓફીસ,મિટિંગ હોલ,સ્ટોરરૂમ,અરજદારો માટે વેઈટીંગ હોલ,પિવાના પાણીની વ્યવસ્થા અને શૌચાલયની સુવિધા સાથે નવી આધુનિક પંચાયત ઘરનું નિર્માણ કાર્ય પુરૂ થયુ હતું. ત્યારે આજે નવા માલણીયાદ ગામની પંચાયત કચેરીનુ અષાઢી બીજના પાવન અવસર પર બ્રાહ્મણ દ્વારા શાશ્ત્રોક વિધી સાથે યજ્ઞ કરી
સરપંચના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ તકે નવા માલણીયાદ સરપંચ થોભણભાઈ કણઝરીયા, તલાટી કમ મંત્રી હમીરભાઈ ચાવડા,ઉપ સરપંચ રણછોડભાઈ સુરેલા,સભ્યો રમેશભાઈ પરમાર, ગોવિંદ ભાઈ પરમાર, ધનશ્યામ ભાઈ કણઝરીયા, સુરેશભાઈ સુરેલા,જયેશભાઇ પરમાર, હસમુખભાઈ પરમાર, સહિત ગ્રામજનો દયારામભાઈ, નાનજીભાઈ, જયંતીભાઈ, શંકરભાઇ, વાલજીભાઈ,જગદીશ ભાઈ,હેમુભાઈ,રસીકભાઈ,જનકભાઈ,અરવિંદભાઈ, આશારામ ભાઈ, જયેશભાઈ, બાબુભાઈ, લાલજી ભાઈ,
સહિત મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

- text