મોરબીમાં દારૂ બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી ૪ શખ્સોનો યુવાન પર જીવલેણ હુમલો

- text


મોરબી : મોરબીમાં અગાઉ દારૂ પીવા બાબતે થયેલા ઝઘડાનો ખાર રાખી ૪ શખ્સોએ યુવાન પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે યુવાનના કાકાએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક રહેતા ફારૂકભાઈ આદમભાઈ અધામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અગાઉ દારૂ પીવા બાબતે ઝઘડો થયો હોય તેનો ખાર રાખી તેમના ભત્રીજા શબ્બીર ઈકબાલભાઈ અધામ પર મયુર મનુ ભરવાડ, રોહિત મનું ભરવાડ, સાગર વિજય અને એક અજાણ્યો શખ્સ મળી કુલ ૪ શખ્સોએ વાવડી રોડ પર ધોકા અને પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો.

બનાવ સંદર્ભે યુવાનના કાકાએ ચાર શખ્સો વિરુદ્ધ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text