મોરબી : વીસી હાઈસ્કૂલ પાસે અગાઉના ઝઘડાનો ખાર રાખી ૩ શખ્સો યુવાન પર તૂટી પડ્યા

- text


મોરબી : મોરબીમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી ત્રણ શખ્સો વીસી હાઈસ્કૂલ પાસે યુવાન પર ધોકા અને પાઇપ વડે તૂટી પડ્યા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ મામલે એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

મોરબીના સમાકાંઠે આવેલી કુબેર સિનેમા પાછળ આવેલા મફતિયાપરામા રહેતા પટુંભાઈ શાંતિભાઈ દેવીપૂજકે( ઉ.વ.૨૦) એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી કે અગાઉની માથાકૂટનો ખાર રાખી શેર મહમદ ઉર્ફે શેરો ઇસ્માઇલભાઈ મોવર, તેનો માણસ સોફીયો અને એક અજાણ્યા શખ્સે વીસી હાઈસ્કૂલ પાસે ધસી આવી ધોકા અને પાઇપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

યુવાને બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text