વાંકાનેરની 158 સરકારી સ્કૂલના બાળકો બે દિવસથી ભૂખ્યા પેટે લઈ રહ્યા છે ભણતર

- text


વાંકાનેર : છેલ્લા બે દિવસથી વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજનના સંચાલકો અને કર્મચારીઓ લઘુતમ વેતન અને નવા મેનુ મુજબના ભોજન બનાવવું શક્ય ન હોય તેમની વિવિધ માંગણીઓ મુજબ અચોક્કસ મુદત માટે હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાઈ ન જાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવા મક્કમ છે.

સરકાર તરફથી મામલતદાર સાહેબ દ્વારા આ સંચાલકો હડતાળ પર ગયેલ હોઈ વિદ્યાર્થીઓ માટે જમવા કે નાસ્તાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નું આયોજન કરેલ ન હોય વિદ્યાર્થીઓ ભૂખ્યા પેટે વિદ્યાદાન લઇ રહ્યા છે.

આ મધ્યાહન ભોજનના સંચાલકો જો સળંગ ત્રણ દિવસથી વધુ ગેરહાજર રહે તો હુકુમ ની શરત નંબર (૬) ખ મુજબ નિયુક્તિ રદ થવાને પાત્ર રહે છે. હવે જોવાનું એ રહે છે કે શું મામલતદાર શ્રી દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં આ સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ ?

- text

આપણું કાઠીયાવાડ ભૂખ્યાને અન્ન માટે સદાવ્રત ચલાવે છે પરંતુ અહીં મુદ્દો એ રહે છે કે સરકાર અને સંચાલકો વચ્ચે વિદ્યાર્થીઓએ ભુખ્યા રહિ પોતાનું ભણતર કાર્ય કરી રહ્યા છે સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે અને પ્રવેશોત્સવ પાછડ અબજો રૂપિયા ના પ્રોગ્રામ કરે છે પરંતુ જ્યાં પૈસા વાપરવાની કે વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે એવું શિક્ષણકાર્ય કે મધ્યાહન ભોજન કેન્દ્રો પર પૂરતું ધ્યાન ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.

- text